Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

પ્રભુ તારી પાસેમાં પાસે વિરાજે

પ્રભુ તારી પાસેમાં પાસે વિરાજે

1 min
234


પ્રભુ તારી પાસેમાં પાસે વિરાજે.

ઘટઘટમાં એ તો રાસ રમે છે, મનમંદિરમાં રાજે. ... પ્રભુ.

ઘરને છોડે તું, છોડે કુટુંબી, વનમાં વિહરે ને વિરાજે;

પાસે જે પ્રેમ કરે છે તેને, પેખીને પ્રેમે ન દાઝે ... પ્રભુ.

વેશ ને નામનો પલટો કરે તું, ત્યાગી બને એને કાજે;

દૂર નથી એ છે પ્રાણની પાસે, જો તું વિચારે તો લાજે ... પ્રભુ.

કોઇયે કામ ના ઠાલું એના વિના, જડ ને ચેતનમાં વિરાજે;

સુમધુર સંગીત બનતાં રમે છે, સાચે સંસારના સાજે ... પ્રભુ.

ક્યાં તું શોધી રહ્યો એને કહેને, શોધવું ઉરમાં જ છાજે;

વૃક્ષ ને વેલમાં, પાણી ને પર્વત, જો એ ગગનમાં ગાજે ... પ્રભુ.

તન-મન-અંતર આંખમાં એની, વાંસલડી મધુ વાજે;

મળ તું ત્યાં એને પ્રેમ દયા ને, સેવાના ભાવ જ્યાં રાજે ... પ્રભુ.

ભક્તિના ભાવમાં રમજે સદા તું, મમતા અહંકાર ખાજે;

મંગલ પ્રેમનો પ્યાલો અમીનો, પી પીને અન્યને પાજે ... પ્રભુ.

સુંદરતામાં શ્વાસ લે છે ને, સત્યમાં એ તો વિરાજે;

'પાગલ’ પામી લે ત્યાં એને, જગમંદિરમાં રાજે ... પ્રભુ.


Rate this content
Log in