STORYMIRROR

Harshida Dipak

Others

3  

Harshida Dipak

Others

પંચકોષ

પંચકોષ

1 min
13.8K


શ્વાસ લેવામાં જરા મુંજાય છે 

વાત કહેવામાં વધુ અચકાય છે 

પાંચ કોષોના પડળમાં ક્યાંક ગોટો 

સિંદરીની જેમ એ વીંટળાય છે 

સાજ ન સજતાં છતાં લાગે રૂપાળા 

ભીતરે  કાં  ગોટ - ગોટાં  થાય છે 

લાગણીના નામથી કરતા રમત 

રેત ઢગલા જેમ ઊડ - ઊડ થાય છે 

'હર્ષ' નામે બોલ  બોલે પ્રેમથી 

દીપની સાથે જ એ સમજાય છે.


Rate this content
Log in