Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

dinesh Nayak "Akshar"

Others

4  

dinesh Nayak "Akshar"

Others

ફગાવે

ફગાવે

1 min
9


કિન્ના બાંધી પતંગને નભમાં ઉડાવે છે,

પછી ઢીલને ખેંચથી કેવા નચાવે છે,


ખરા છે જુઓ ઉસ્તાદો નાના મોટા,

પોતીકા પતંગ બીજા સાથે લડાવે છે,


આપી દોર છૂટી ઊંચે ચગાવે એને,

પછી અળવીતરા ગુલાંટ ખવડાવે છે,


ચિલ, નવરંગ, ઢાલ, ચટપટો છે પસંદ,

પૂંછડી ચિપકાવી ગોળ ગોળ ડોલાવે છે,


ભરોસો રાખી પતંગ બંધાય છે દોરીથી,

કપાયા પછી એને ટોળામાં લૂંટાવે છે,


પ્રભુએ જીવનદોરી બાંધી મોકલ્યા છે,

ચગતા પતંગ જોઈ આ વાતને ફગાવે છે.


Rate this content
Log in