ગ્રીષ્મની બપોરે
ગ્રીષ્મની બપોરે
1 min
3
આકાશમાંથી અગનગોળા વરસે છે,
ધરતી અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગઈ છે.
સૂર્યનો પ્રકોપ ચોપાસ આક્રમક બન્યો છે,
રસ્તાઓ નિર્જન છે,
વૃક્ષો પરના પંખીઓનો કલશોર શાંત થઈ ગયો છે.
સમય જાણે એની પગલી ભૂંસી સરકી ગયો છે,
વન, ઉપવન, સીમ,સીમાડા ગ્રીષ્મની બપોરે,
ઉના ઉના વાયરાથી બળે છે.
જીવન ત્રસ્ત ત્રસ્ત છે અને
બેફિકરો સૂરજ અટ્ટહાસ્ય કરી રહ્યો છે.