Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

dinesh Nayak "Akshar"

Others

3  

dinesh Nayak "Akshar"

Others

મહુડો

મહુડો

1 min
4


વન વગડાની વાટે મંદ મંદ પવનની લહર લહરાઈ છે,

પ્રકૃતિના મદમસ્ત માહોલની માદકતા છવાઈ છે,


મહુડાનાં ફૂલ ડામરના રોડ પર વાહનોના પૈડાં નીચે કચડાઈ હવામાં કેફ ઘૂંટે છે,

ડાળ ડાળ પર ઝૂલતાં મહુડાનાં ફૂલ જમીન પર પડી ઉછળે છે,


મોહક અસરથી વનરાજી ઝૂલે છે,

મહુડાની આ ખુદ ફિદા થઈને લૂંટાઈ જવાની અદા, સોનેરી ફૂલોથી લચેલી ડાળીઓ આસપાસના વૃક્ષોમાં ઝૂલે છે,


સોનેરી ફૂલો નાસિકામાં સોમરસ જેવી સુગંધ ભરે છે,

મહુડો જાણે ભાર હળવો કરે છે,


માદકતા ચોમેર છવાઈ જાય છે,

કલ્પ વૃક્ષ મહુડો ચોમેર ખુશબૂથી મધમધ ફેલાઈ જાય છે.


Rate this content
Log in