જીવું છું
જીવું છું
1 min
8
હું ભાવ અને અભાવમાં જીવું છું,
ક્યાં હું કોઈના નિભાવમાં જીવું છું.
જરૂર નથી અન્યના પ્રમાણની,
કાયમ નિજ સ્વભાવમાં જીવું છું.
જે મળ્યા ખુલ્લી કિતાબ જેવા દોસ્ત,
દિલથી એમના લગાવમાં જીવું છું.
વિચારો ગાયબ થાય છે ક્યારેક,
ત્યારે તો હું ક્યાં તનાવમાં જીવું છું ?
હૂંફ કાયમ હોય છે એટલે તો
જાણે સૂર્યના પ્રભાવમાં જીવું છું.