STORYMIRROR

Kiran shah

Others

3  

Kiran shah

Others

પહાડ

પહાડ

1 min
364


ટેબલ પરની તસ્વીર

તાજા ગુલાબનો હાર

બાજુમાં સળગતી ધૂપસળી.

ભીની ભીની સુખડની મહેક

એકબીજા ભળી ખંડમાં ફેલાતી હતી.


એક ખૂણે પથ્થરાઈ આંખો સાથે

આ શ્વેતરંગી માહોલમાં

'મા'ને લાલચટ્ટક બાંધણીમાં જોઈ

વિસ્મયથી તાકતી હતી.


આજ ત્રીજો દિવસ...

મા નથી બોલતી નથી કંઈ કરતી.

ઊંડા કુવા ઉલેચવા બેઠી હોય તેમ

આંખો કોરી જ નથી થતી.


પરમ દિવસે સાંજે પપ્પાને લઈ બધાં ગયાં'તા,

આ રીતે તો પપ્પા કયારેય....?

આસપાસના લોકો અમને જોઈ

વાતો કરે છે,

"ફુલ જવી દીકરીઓ અને આ નાની બાળ

હવે પહાડ જેવી જિંદગી કેમ કાઢશે ?"


અસંખ્ય ડરામણા વિચારો

ડર લાગે છે,

શું પપ્પા હવે કયારેય પાછા નહીં આવે ?

તો પપ્પા વગર કેમ જીવાશે ?


મમ્મી તું કંઈક બોલ ને ?

પાસે લઈ વ્હાલ કર,

એકવાર પપ્પા કહેતા તેમ

હું છું ને ! બસ, આટલું કહી દે..

આ પહાડ જેવી જિંદગી,

મમ્મી તું તો છે ને ?


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Kiran shah

શ્વાસ

શ્વાસ

1 min വായിക്കുക

ફરે છે

ફરે છે

1 min വായിക്കുക

અવધમાં

અવધમાં

1 min വായിക്കുക

ને

ને

1 min വായിക്കുക

સંઘર્ષ

સંઘર્ષ

1 min വായിക്കുക

છો

છો

1 min വായിക്കുക

છે

છે

1 min വായിക്കുക