પેલા સુંદર બાળકને કહી દો
પેલા સુંદર બાળકને કહી દો
1 min
228
પેલા સુંદર બાળકને કહી દો
અમે રમવાને તારી સંગ આવશું,
પેલા સુંદર ફૂલડાંને કહી દો
અમે ખીલવાને તારી સંગ આવશું,
પેલા ચમકતા ચિત્રો ને કહી દો
અમે દોરવાને તારી સંગ આવશું,
પેલી કુ કુ કોયલ ને કહી દો
અમે કુંજન સાંભળવાને તારી સંગ આવશું,
પેલા શાળાના શિક્ષકને કહી દો
અમે ભણવાને તમારી સંગ આવશું,
પેલા મનના મોહનને કહી દો
અમે મંદિરે થાળ ધરવાને આવશું.
