ઓગળે છે
ઓગળે છે
1 min
295
નથી પ્યાસ બાકી તરસ ઓગળે છે,
અહીં તો નજરથી જ બસ ઓગળે છે,
કરી કત્લ ઉતરી ગયો છે નજરથી,
સજા શું મળી કે વરસ ઓગળે છે,
અદાલત ભરી ન્યાયની આશ સાથે,
ખબર જ્યાં પડી કે તમસ ઓગળે છે,
શરાબી બનાવી નજરથી, ગયાં એ,
નશો આજ કરવા ચરસ ઓગળે છે,
હથેળી ધરીને ઉભાં દ્વાર પર ને,
ભરમ ભાગતાં ત્યાં અંટસ ઓગળે છે,
ખબર છે ઝૂકાવી ગયો પ્રેમ આજે,
હવે એકબીજા સરસ ઓગળે છે,
અહીં એકલતા, ડંખતી ખૂબ મનથી,
હવે મોહ તૂટ્યો એ નસ ઓગળે છે.
