Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KANAKSINH THAKOR

Others

4  

KANAKSINH THAKOR

Others

ઓ જિંદગી

ઓ જિંદગી

1 min
146


મોતનો આ વાયરો કેવો વાયો ઓ જિંદગી ?

માણસોમાં કોરોનાનો ડર છાયો ઓ જિંદગી


બહાર જીવતો માણસ ઘરમાં આજે પૂરાયો

ઘરમાં સૌ સાથે પ્રેમથી બંધાયો ઓ જિંદગી,


કોઈથી ડરે નહીં ને આ કોરોનાએ ડરાવી દીધો

કોરોનાનાં મોત સામે આજ ડરાયો ઓ જિંદગી,


ભાન ભૂલીને કુદરતનાં ખોળાને પહોંચાડી હાનિ 

કુદરતથી પોતાને વધુ માનતો ડાહ્યો ઓ જિંદગી,


આડેધડ વૃક્ષોને કાપ્યા પણ વૃક્ષોને ના વાવતો

આજે ઓક્સિજન માટે રઘવાયો ઓ જિંદગી,


હોસ્પિટલોમાં જિંદગી માટે લાગી લાંબી કતારો

સ્મશાનમાં લાશોનો માતમ છવાયો ઓ જિંદગી,


કેવો આ કોરોનાનો વસમો સમય આવ્યો કનક ?

માણસ માણસની પાસે જતાં ગભરાયો જિંદગી.


Rate this content
Log in