નવરાત્રીનો રંગ
નવરાત્રીનો રંગ
1 min
374
આજે ઉજવશું નવરાત્રીનો તહેવાર
સાથે સજાવશું માડીનોનો દરબાર
માડીને બોલાવશું ગરબાની રાત
સાથે મળીને સખીઓની નાત
ગરબે ઘૂમશું ગીતોને સંગ
સૌને લગાડશું દાંડિયાના રંગ
ગરબાની રાત જામશે માની સાથ
સૌ લેશું માની આરતી હાથો હાથ
માની ગાશું સ્તુતિ અલગ અલગ
સૌના મનને કરશું મગન મગન
ગરબા ગાશું ગરબા રમશું ગરબા ગુંજવશું
સૌને સાથે રાખીને ગુજરાત ને ગજવશું
