નજર
નજર
1 min
138
એ ખબર પણ ક્યાંતો હતી,
મળી નજર પાછી ન ફરતી,
આંખો વડે દિલે ઉતરતી,
જઈ કલેજે વાર કરતી.
દિલમાં જઈ ને કોઈક વસે,
જે ચારે કોર એજ દિસે,
એના વિના કાંઈ ન ભાસે,
હાલત આવી શું કે'વાશે ?
સંબંધો એવા તો ખિલશે,
જે જીવનભર કદિ ન છૂટશે,
દિવસો જતા મજબૂત બનશે,
જે કેમે કરી ના તૂટશે.
