STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

મનની મૂંઝવણ

મનની મૂંઝવણ

1 min
168

ખુલાસા વિનાનું વાતાવરણ, 

માનસિક સંતાપ તણું કારણ, 


દિવસે જેમ અંધારું છવાતું, 

બધું ઝાંખું ને ધૂંધળું દેખાતું, 


સામે હોવા છતાંય ન દેખાતું, 

આવું અકારણ જ ન બનતું, 


ઉદગમ સ્થાન કદી ન જડતું, 

પણ પરિસ્થિતિ વિકટ કરતું,


આવી મૂંઝવણ મનમાં ઊઠે,

પોતાની જાતથી પોતે જ રૂઠે,


આ સમયે કોઈ રાહત મળે, 

જો કોઈનો સાચો સંગાથ જડે, 


તો જ આવી વિપદ ઘડી ટળે,

મનની મૂંઝવણનું મારણ જડે.


Rate this content
Log in