STORYMIRROR

Vanaliya Chetankumar

Others

4  

Vanaliya Chetankumar

Others

મનગમતાં

મનગમતાં

1 min
478

આ મનગમતાં ફૂલોને કહી દો સુગંધ આપે,

આ મનગમતાં પંતગિયાને કહી દો પંથ બતાવે,


આ મનગમતાં ગીતોને કહી દો ગમ્યાનો ગુલાલ કરાવે

આ મનગમતાં બાળકને કહી દો કાલુ કાલુ બોલીને હસાવે,


આ મનગમતાં પક્ષીને કહી દો પ્રગતિની પાંખો ફેલાવે,

આ મનગમતાં કર્તવ્યને કહી દો કળાનું ભાન કરાવે,


આ મનગમતા મેહુલાને કહી દો રિમઝીમ બુંદો વરસાવે,

આ મનગમતાં દીવડાને કહી દો અંધકારમાં પ્રકાશ ફેલાવે,


આ મનગમતાં સ્વપ્નને કહી દો જૂનું જૂનું યાદ કરાવે,

આ મનના માણીગરને કહી દો મિત્રોને મળવા આવે.


Rate this content
Log in