STORYMIRROR

Bhavesh Bhatt

Others

4  

Bhavesh Bhatt

Others

મળે જો

મળે જો

1 min
26.1K


છું પેરવીમાં હું કોઈ અણસાર મળે જો

કૈં આજીજી કરવાનો અધિકાર મળે જો


દુનિયાની શિલામાંથી કોઈ શિલ્પ બનાવું

બસ એનાં વિરહનું મને ઓજાર મળે જો


પહેલાં તો તરત જીભને કાપી દઉં એની

બોલે છે ભીતરમાં એ કદી બ્હાર મળે જો


આ શ્વાસના રસ્તે પછી જાજમને બિછાવું

અધકચરા પ્રસંગોનો કશો સાર મળે જો


મારગમાં મળ્યાં આભના બિનવારસી ટુકડા

સુપરત કરી દઉં કોઈ હકદાર મળે જો


સૌ પોલ ખૂલી જાય ટહુકાઓની ત્યારે

વૃક્ષોના હવડ મૌનને ઉદગાર મળે જો


Rate this content
Log in