STORYMIRROR

Bhavesh Bhatt

Others

3  

Bhavesh Bhatt

Others

આ તો કૈં નથી

આ તો કૈં નથી

1 min
27.7K


આંખનો વધશે હજી ખખડાટ, આ તો કૈં નથી

ખૂબ મચવાનો પછી તરખાટ, આ તો કૈં નથી


તારું ચોમાસું રિસાયે ક્યાં સમય લાંબો થયો !

તે નથી જોયો અસલ ઉકળાટ, આ તો કૈં નથી


તેજના વધવાની લાલચને હજી પણ રોકી લો

લાવશે અંધાપો, એ ચળકાટ, આ તો કૈં નથી


હું જો પટકાઉં શિખરથી તો દિલાસા તું ન દે

આભ પરથી ખાધી છે પછડાટ, આ તો કૈં નથી


આ સજા પડવાની ધ્રૂજારી છે,પસ્તાવાની નહિ

તમને સમજાશે પછી ગભરાટ, આ તો કૈં નથી


કદરૂપા સર્જનની ફરિયાદોથી છંછેડો નહીં

દાઝમાં ઘડશે નવો એ ઘાટ, આ તો કૈં નથી


Rate this content
Log in