STORYMIRROR

Bhavesh Bhatt

Others

3  

Bhavesh Bhatt

Others

જન્મારો

જન્મારો

1 min
26.2K


હું વિતાવું છું એમ જન્મારો

જેમ નક્કી કરે મદદગારો


ચાંપતી એની પર નજર રાખો

જે નથી માંગતો અધિકારો


તમને અપનાવી એ તરત લેશે 

એની સામે ફકત તમે હારો


પાપ અંતે કબૂલી લઈશ બધા

પણ નજર-કેદથી દે છૂટકારો


હાથ એણે ખભે મૂક્યો તારા !

યાદ એને કરાવ ઉપકારો


ક્યાં ખબર છે હજી સિંહાસનને

મ્યાનમાં ઓગળેે છે તલવારો


Rate this content
Log in