Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavesh Bhatt

Others

4  

Bhavesh Bhatt

Others

કબૂલ ન થઈ

કબૂલ ન થઈ

1 min
14K


ધૃણા કબૂલ ન થઈ, બંદગી કબૂલ ન થઈ

રહ્યા નજરમાં છતાં હાજરી કબૂલ ન થઈ !


સદા ને ઉતરી ગઈ હાથની નજરમાંથી

તમારી વીંટીથી જે આંગળી કબૂલ ન થઈ


હતો ન ખર્ચ સફરમાં, દખલ સમયની નહિ

મરી જવા ની છતાં માંગણી કબૂલ ન થઈ


રહું છું સાદગીના સાધકોની સોબતમાં

છતાંય કોઈનાથી સાદગી કબૂલ ન થઈ


હતી ન સૂર્યને તકલીફ જેના હોવાથી

નગરની રોશનીને ઝૂંપડી કબૂલ ન થઈ


કદીય તક ન મળી પહેલીવાર માંગવાની તો

અને કરી જે અરજ આખરી, કબૂલ ન થઈ


Rate this content
Log in