ખુશ છું
ખુશ છું
1 min
28.9K
ખુશ છું હથેળીમાંનો પ્હેલો ઉઘાડ જોઈ
નાની તિરાડમાંથી મોટી તિરાડ જોઈ
બે-ચાર પંખી આવી બસ ધૂણવા જ માંડયા
નાડાછડી કસીને બાંધેલ ઝાડ જોઈ
જોઈને એને, ખોલી નાખે છે બંધ ઘર સૌ
અંદરનો હાલ કહેતો કેવળ કમાડ જોઈ
છે રણભૂમિનો યોદ્ધો, સગપણભૂમિ નો ક્યાં છે ?
એણે હજી અસલની ક્યાં ચીરફાડ જોઈ ?
છું અસ્ત-વ્યસ્ત તો પણ સોહામણો હું લાગ્યો !
શંકા પડી રહી છે દર્પણના લાડ જોઈ
કોઈ હતાશ ચહેરો, નિર્જન તળાવે આવી
નાખી ગયો નિસાસો ત્યાં ભીડભાડ જોઈ
