STORYMIRROR

Vijay Shah

Others

3  

Vijay Shah

Others

મળે છે અહીંયા

મળે છે અહીંયા

1 min
173

ન ચાહત મળે છે અહીંયા, 

ન રાહત મળે છે અહીંયા, 


અમોને સદાયે જખમની-

જ દાવત મળે છે અહીંયા, 


કરી છે દુઆઓ અમે પણ, 

રુકાવટ મળે છે અહીંયા, 


જમાનો કહે છે દિવાનો, 

ઇનાયત મળે છે અહીંયા, 


રચી છે ગઝલને અમે પણ, 

તફાવત મળે છે અહીંયા.


સામગ્રીને રેટ આપો
લોગિન