STORYMIRROR

Kiran shah

Others

2  

Kiran shah

Others

મિચ્છામી દુક્કડમ

મિચ્છામી દુક્કડમ

1 min
14.3K


ચાલો આજે સંવત્સરી નિમિતે સૌને મળી લઈએ,
સૌને મિચ્છામી દૂકડમ કહીને ક્ષમાપના કરી લઈએ.

વાર્ષિક કર્મોનું સરવૈયું આજ મહાવીરનામ સાથે મેળવીને,
કોઈને મન વચન કર્મથી દૂભાવ્યાની માફી માંગી લઈએ.

મહાવીરની આજ્ઞાનો કરેલો અનાદર યાદ કરીને હવે,
જૈન ધર્મ સાથે કરેલ ચેડાંની ક્ષમાપના કરી લઈએ.

ક્ષમા વિરસ્ય ભૂષણમ મંત્રને બરોબર સમજી લઈએ.
આજથી કોઈ સાથે વેર ભાવ નહિ રાખીએ કસમ ખાઈએ.

માનવતાનો મુખવટો પહેરી બહુ ફર્યા દંભમાં આપણે,
ચાલો હવે, માણસમાં માણસાઈ ઉમેરીને જીવી લઈએ. 

ખૂદની ગરજ માટે કરેલ બધા કાર્યોને તો યાદ કરી લઈએ,
કોઈક માટે પરમાર્થના કામો કરી જીવન સાર્થક કરી લઈએ.

ખોટી આત્મપ્રશંસાને ખોટી મોટી મોટી વાતો છોડી દઈએ.
ચલો, હવે આપણે થોડું આત્મપરીક્ષણનું કામ કરી લઈએ.

કોઈ દુખીયાના આસું પોછી દિવ્ય જીવન જીવી લઈએ,
'કાજલ' ધર્મ ઉપદેશ  નવકાર આરાધના કરી સમજી લઈએ.


Rate this content
Log in