મૈયરની મમતા
મૈયરની મમતા
1 min
395
મૈયરની મમતા કેમ ભૂલાય ?
જ્યાં એક જિદ પુરી કરવા
પપ્પા મારા રાત દિ દોડતા,
મમ્મી મારી નવી નવી વાનગી બનાવી
પ્રેમથી કોળિયા ખવડાવતા,
ભાઈ સંગ મારી રોજ મસ્તી
નિતનવી રમતો રમતા,
ભાભી મારી લાડથી મને
સૌ કામ શીખવતી,
બહેન સંગ તો હું
હરકામ છોડીને,
ગામ આખું ફરી આવતા
મૈયરની એ મમતા મને,
આજ બહુ સાભરે
સ્ત્રીનું નસીબ કેમ આવું ભાખ્યું તે
મૈયરની મમતા છોડવી અઘરી.
