મારા શબ્દોનો શોર
મારા શબ્દોનો શોર
1 min
202
સાથ મળે જો તમારો
સાથ સાથ ચાલીએ,
ઉજાસ મળે તમારો
પગદંડીમાં પ્રકાશ કરીએ,
માયા મળે જો તમારી
કાયા ને સુગંધી કરીએ,
ભાષા મળે જો તમારી
ભવસાગર ને તરીએ,
લાગણી મળે જો તમારી
લયને લાજવાબ કરીએ,
અનુભવ મળે જો તમારો
અહેસાસના આનંદથી રહીએ,
શબ્દ મળે જો તમારો
શમણાના શણગાર સજીએ,
હાથ મળે જો તમારો
હલવાફૂલ થઈને રહીએ
સાથ મળે જો તારો.
