Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Kalsariya

Others

3.8  

Pooja Kalsariya

Others

લીમડો

લીમડો

1 min
253


લીમડાને આવી ગ્યો તાવ,

લીમડાના દાદા ક્ય કહી કહીને થાકી ગ્યો,

જાવ... હજી ફાસ્ટ ફૂડ ખાવ...


ટી-શર્ટને જીન્સવાળી માંજરી બિલાડી

આપણને દૂધ નહિ ફાવે !

પિઝાને બર્ગરની આખી આ પેઢીને

રોટલી ને શાક ક્યાંથી ભાવે ?

વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ

પીણાંને પીવો ને પાવ.

જાવ... હજી ફાસ્ટ ફૂડ ખાવ...


અપ ટુ ડેટ કાગડા ને કાગડીયુ માઈકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા !

કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચિયામાં

નીકળી પડ્યા છો તમે ન્હાવા ?

કૂંપળના ગીતા લીલા પડતા મૂકીને ગાવ

રીમિક્સના ગાણાઓ ગાવ.

જાવ... હજી ફાસ્ટ ફૂડ ખાવ...


કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,

આપણા આ ચહેરા પર બીજાના નખ શેના

મારીને જાય છે ઉઝરડો ?

માંદા પડવાનું પોસાય કદી કોઈને'ય સાંભળ્યા છે ડોકટરના ભાવ ?

જાવ... હજી ફાસ્ટ ફૂડ ખાવ... 


લીમડાને આવી ગ્યો તાવ,

લીમડાના દાદા ક્ય કહી કહીને થાકી ગ્યો,

જાવ... હજી ફાસ્ટ ફૂડ ખાવ...


Rate this content
Log in