લેખક
લેખક
1 min
134
લેખક એટલે શૂન્યથી સર્જન,
કરતો એક સામાન્ય સજ્જન,
દેખાવે ભલે લાગતો સામાન્ય,
પણ વિચારોથી એ અસામાન્ય,
માતા સરસ્વતીનો એ પૂજારી,
સાધક બની જીવન ગુજારી,
સમાજ ને નવી રાહ દેખાડી,
જવાબદારીને લીધી ઉપાડી,
આચાર ને વિચારોથી અમીર,
જેનું સદા જીવંત છે ખમીર,
ખીસા ભલે રહેતા હોય ખાલી,
એને તો જોઈએ ચાહની પ્યાલી.
