લે ગઝલ વિચાર, આરંભાય છે વરસાદમાં...
લે ગઝલ વિચાર, આરંભાય છે વરસાદમાં...
1 min
13.5K
લે ગઝલ વિચાર, આરંભાય છે વરસાદમાં!
શબ્દ સાથે અર્થ ગોરંભાય છે વરસાદમાં!
ટેરવે નિ:શ્વાસ તારા સ્પર્શનો શું થૈ ગયો,
જો સતત મારું ભીતર છોલાય છે વરસાદમાં!
બેઉ હૈયે તો સ્મરણની ભીડ જામી’તી પછી,
કેમ એકલતાય ખોડંગાય છે વરસાદમાં!
કાલ પર તું નાખ તારો ભાર ને તું જોઈ લે,
સામે ચાલી આજ તારી જાય છે વરસાદમાં.
બીજ ‘પ્રજ્ઞા’એ સીંચ્યાં જે પ્રેમરૂપે પાંગર્યાં,
એટલે સહુ પ્રેમગીતો ગાય છે વરસાદમાં.