STORYMIRROR

Zaverchand Meghani

Others

0  

Zaverchand Meghani

Others

લાલ લાલ જોગી રે

લાલ લાલ જોગી રે

1 min
290


લાલ લાલ જોગી ભભૂત લાલ જોગી રે !

ભભૂત ભરેલી એની આંખ લાલ જોગી રે !

પીંગળી જટા વિશાલ ભાલ લાલ જોગી રે !

લાલ ચાંદલો ને ગાલ લાલ લાલ જોગી રે !

મંદ મંદ મંદ એની ચાલ લાલ જોગી રે !

ચાંખડી ચડન્ત ચરણ લાલ લાલ જોગી રે !

હાથમાં ત્રિશૂલ ગળે માલ લાલ જોગી રે !

અહાલેક ! બોલ હોઠ લાલ લાલ જોગી રે !

ખંજરી બજે મિલાવે તાલ લાલ જોગી રે !

જીભ પાતળી પ્રવાલ લાલ લાલ જોગી રે !

ઘડીમાં વિરાટ ઘડી બાલ લાલ જોગી રે !

મહાદેવ કે મુકુન્દ લાલ લાલ જોગી રે !

દેવ નહિ, મુકુન્દ નહિ, ન બાલ લાલ જોગી રે !

ઉતર્યા અઘોર ઘોર કાલ લાલ જોગી રે !


Rate this content
Log in