લાગણીઓનું લોકડાઉન
લાગણીઓનું લોકડાઉન


હૃદયના મહાસાગરમાં લાગણીઓ ઉછાળા મારે છે,
લોકડાઉનમાં બંધ રહેલી લાગણીઓ ઉછાળા મારે છે.
બંધિયાર વાતાવરણમાં સમજવાનો અવસર મળ્યો છે,
નવા આયામો રચવા માટે મન નૂતન ઉછાળા મારે છે.
વિચારોના બિલકુલ નવા પ્રદેશમાં દુનિયા જઈ રહી છે,
આગવી પેઢીના અંદાજમાં નવી શૈલી ઉછાળા મારે છે,
ડિજિટલ જમાનામાં બુદ્ધિનું કાર્યક્ષેત્ર ઘણું વિસ્તરયું છે,
મનની ઊર્મિઓ એકાંતમાં ડિજિટલી ઉછાળા મારે છે.