લાગે છે કોઈક
લાગે છે કોઈક
1 min
352
લાગે છે ક્યાંક ખોવાઈ જવું છે
બંધ બારણાંમાં સંતાઈ જવું છે,
લાગે છે ક્યાંક ખોવાઈ જવું છે
બેખબર દુનિયાને ભૂલી જવું છે,
ખુદમાં ને ખુદમાં પોરાઈ જવું છે
અજાણ રસ્તે ક્યાં ચાલ્યા જવું છે,
વ્હાલા ને ભૂલી ક્યાંક વહી જવું છે
ઓળખીતાથી ક્યાંય આગળ જવું છે,
મનની વાતો ને ક્યાંય મૂકીને જવું છે
તનની તારીફને ક્યાંય તરછોડી મૂકવી છે,
અરમાનોની અગ્નિમાં ક્યાંક બળી જવું છે
હિતની હસ્તીમાં ક્યાંય હોમાઈ જવું છે.
