Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parulben Trivedi

Others

4.8  

Parulben Trivedi

Others

ક્યાં ગમે છે

ક્યાં ગમે છે

1 min
43


લાગણીના આવરણમાંથી સરકવું ક્યાં ગમે છે ?

ભક્તને ભગવાનથી થોડુંય ખરવું ક્યાં ગમે છે ?


આભની આખી અટારી ન્યાલ થઈ જો સૂર્ય સાથે,

એક ચિનગારી ન પ્રગટે ફોક ભજવું ક્યાં ગમે છે ?


આયનો ઝીલે અહીં સૌના ચહેરાઓ પ્રકાશે,

પણ વિના પ્રેમે પરાણે તો મલકવું ક્યાં ગમે છે ?


પૂર્ણ એ શબ્દો તણી સાંકળ વિના કાવ્યો અધૂરા, 

એ સરસ શબ્દો વિના કાવ્યત્વ મઢવું ક્યાં ગમે છે ?


છે જમાનો ફોક ને એની અદા ફોગટ નઝારો,  

તો બધામાંથી સરળ રીતેય બચવું ક્યાં ગમે છે ?


હા પરિશ્રમ એ જ છે પારસમણિ સાચી એ કહેવત,

 પૂર્ણ અંશે એ સફળતા કાજ ટકવું ક્યાં ગમે છે ?


Rate this content
Log in