કુદરતનો ક્રમ
કુદરતનો ક્રમ
1 min
124
વૈશાખના એવા તે ધોમ ધખ્યા,
માનવ પશુપંખી સૌ છાંયે ઝપ્યાં,
તાપની માર સખત વિકરાળ,
ઓછામાં પણ વધુ પાણીની રાડ.
જાણે કે સૂરજે કરી આંખ લાલ,
ગરમીના દિવસોમાં સૌ બેહાલ,
વાયરા શ્વેત વાદળાંને તાણી લાવે,
પણ એ કાંઈ કામ તો ન જ આવે.
તપાવે આટલું એ કલ્યાણ કાજે,
વિચારો ! ધરતી પણ કેવી દાઝે,
થોડી ત્રાહિમામ ભલે થાય આજે
ક્રમ કુદરતનો આ રીતે સાજે.
શ્રાવણમાં કાળા વાદળાં ગરજે,
ભર બપોરે પણ અંધારું સરજે,
વરસાદ અનરાધાર વરસે,
ધરતીમા નવલું રૂપ ધરશે.
અકળ વિજ્ઞાન આ કુદરતનું,
કરતું રહે પાલન જગતનું,
માનવ પશુ કે પંખી સૌ સમાન,
એ તો આપે બધાને જીવનદાન.
