કૃષ્ણમય
કૃષ્ણમય
1 min
467
રાધાની લટ જો હવામાં લહેરાય,
વૃંદાવનથી પછી કૃષ્ણમય બની જવાય,
યશોદાની આંખો જયારે આંસુથી સિંચાય,
ગોકુળ આખાથી પછી કૃષ્ણમય બની જવાય,
માધવ મુખથી જયારે સૂરપંચમ રેલાય,
વાંસલડીથી પછી કૃષ્ણમય બની જવાય,
ગીત પ્રેમના જયારે પણ ગવાય,
રાસલીલામાં પછી કૃષ્ણમય બની જવાય,
હૃદયમાં જયારે કોઈ ખાલીપો વર્તાય,
આંખો બંધ કરીને બસ કૃષ્ણમય બની જવાય.
