દીકરી
દીકરી
1 min
398
ઘર અખાની મહેક છે દીકરી,
જીવનમાં ખીલેલ કમળ છે દીકરી....
કયારેક તડકા જેમ મઘમઘ સોહાતી,
કયારેક શીતળ ચાંદની છે દીકરી......
શિક્ષા, ગુણ, સંસ્કારની મૂર્તિ,
દીકરા કરતાં એક કદમ આગળ છે દીકરી.....
સહારો છે માતાપિતાનો દીકરી,
પવિત્ર ગંગાજળ છે દીકરી.....
પ્રકૃતિના સદગુણ સિંચ્યા છે,
તો પ્રકૃતિ સમ નિશ્ચલ છે દીકરી....
સૂર્યનાં અગ્નિ સમ તાપે,
શીતળ શબ્દો વરસાવતી છે દીકરી.
