અવસરિયુ
અવસરિયુ
1 min
348
એક અવસરીયું આંખના પલકારામાં વીતી ગયું,
ને પળભરમાં જ આ હૃદય જો ને કેવું હાંફી ગયું,
વાત અમથી જ સ્મરણો વાગોળવાની તો હતી,
ને આખું આયખું જાણે કેટલી વાર જીવાય ગયું,
આંખોને માંડ આદત પડી હતી કોરી રહેવાની,
એકાદ સ્મરણની યાદમાં ચોમાસુ વરસી ગયું,
મેં પણ ચાહ્યું હતું જીવંત રહેવાનું હો બહાનું ભલે,
હા, મને શું અમસ્તું જીવતા રહેવાનું હવે ફાવી ગયું.
