કર્મસંજોગે
કર્મસંજોગે
1 min
33
રણમાં વરણ મારું થયું હશે કર્મસંજોગે.
તેથી ચરણ મારું પડ્યું હશે કર્મસંજોગે.
ધોમધખતા તાપમાં પંથને કાપવાનો મારે,
પશુસંગ કણ મારું લખ્યું હશે કર્મસંજોગે.
ચારેકોર દિશા ભાસે ધૂંધળી આંધી સમે,
આ આંગણ મારું વસ્યું હશે કર્મસંજોગે.
ક્યારેક તો સાંસા પડે પીવાનાં પાણીનાં એ,
નબળી ક્ષણને નૈન વરસ્યું હશે કર્મસંજોગે.
સુખી છું, છે મને સાથ પ્રકૃતિને બે પશુતણો,
ને સ્નેહ ઝરણ પ્રગટ્યું હશે કર્મસંજોગે.
હે પ્રભો ! અહેસાનમંદ છું તારો આ ક્ષણે,
ઔદાર્ય મને પણ મળ્યું હશે કર્મસંજોગે.