Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

કરી લેને એની સાથે એક યારી

કરી લેને એની સાથે એક યારી

1 min
210


કરી લેને એની સાથે એક યારી.

બીજી યારી કાંઇ કામ ના આવે, 

કષ્ટ વરસાવે છે ભારી ... કરી લેને.

દિલ જો દેવું હો તો એને જ દેને, 

કરને મૈત્રી એની ન્યારી,

એની સુધામાં સ્નાન કરી લે, 

કર એને માટે તૈયારી ... કરી લેને.

ભાવવિભોર બની ગા તું એને 

મમતા બીજી બધી મારી;

ઝાંખી કરી લે એની બધે યે, 

કાયા કંચન કરી તારી ... કરી લેને.

સુંદરતાનો સાગર છે એ તો,

પ્રીતિની માધુરી ન્યારી;

શાંતિ ને શીલનું ધામ ખરેખર,

પ્રીતિ એની લે પાળી ... કરી લેને.

છોડી દે એને તે આંસુ સારે ને,

ભ્રમણામાં ભટકે છે ભારી;

અંધારે મારગ એ અટવાયે, 

અંતરની લઇ છારી ... કરી લેને.

ભૂલી ગયો કેમ મિલ્કત તારી, 

બેઠો પ્રમાદને ધારી ?

‘પાગલ’ ધન્ય દરિદ્ર બન્યા કૈં, 

જીવન દીધું ઉજાળી ... કરી લેને.

 


Rate this content
Log in