કોરોનાનો ખરખરો
કોરોનાનો ખરખરો
આક્રંદ, રૂદન, મરશિયા ને ખરખરો
હે આ બધું શું છે ?
કોરોનાનો છાયો, ભાઈ કોરોનાનો છાયો,
દવાખાનામાં દર્દીની લાઈન,
સ્મશાનમાં લાશોનો ઠેર, ઘરમાં માતમનો કેર,
હે આ બધું શું છે ?
કોરોનાનો છાયો, ભાઈ કોરોનાનો છાયો,
બેડ માટે તેની માથાકૂટ,
ઓક્સિજન માટેની તડાફડી,
વિના ઓક્સિજને જાન ફળફળી,
હે આ બધું શું છે ?
કોરોનાનો છાયો, ભાઈ કોરોનાનો છાયો,
ઈન્જેકશનની ચોરી,
ઓક્સિજનના બોટલની કાળા બજારી,
જનતાની પાયમાલી, સમાજમાં અંધાધૂંધી,
હે આ બધું શું છે ?
કોરોનાનો છાયો, ભાઈ કોરોનાનો છાયો,
મોઢું બાંધવું, હાથ પગને ધોવું,
ક્યાંય ન જવું, ઘરમાં પુરાઈ જવું,
હે આ બધું શું છે ?
કોરોનાનો છાયો,ભાઈ કોરોનાનો છાયો,
છેટા છેટા રહેવું, રાતે વહેલા ઘરભેગું થવું
બીકમાંને બીકમાં આવવું ને જાવું,
સારા,નરસા પ્રસંગોનું પાણી ફેરવવું,
હે આ બધું શું છે ?
કોરોનાનો છાયો, ભાઈ કોરોનાનો છાયો.
