કોરોનાની આ કરામત
કોરોનાની આ કરામત
1 min
258
કોરોનાની આ કરામત તું જોઈ લે માનવ
બે ઘડીની હળવાશ તું અનુભવી લે માનવ,
સમય છે પણ સંતોષ નથી,
રસ્તો છે પણ રિશ્તા નથી,
વપરાશ છે પણ વસ્તુ નથી,
મહેનત છે પણ માંગ નથી,
કોરોનાની આ કાળ ઘડી તું જીરવી લે માનવ
બે ઘડીની મોકળાશ તું અનુભવી લે માનવ,
સંગમ છે પણ સાથ નથી,
ગામડા છે પણ ગુંજન નથી,
શહેરની ગલીઓ સૂમસામ છે
સ્વાગત છે પણ સમૂહ નથી,
કોરોનાની આ વિકટ ઘડી તું સમજી લે માનવ
બે ઘડીની રઝળપાટ તું સમજી લે માનવ.
