Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Others

3  

Dr.Riddhi Mehta

Others

કોની છું હું થાપણ ?

કોની છું હું થાપણ ?

1 min
458


હું ને મારો ભાઈ, જોડિયાં બાળકો,

જન્મ્યાં છીએ સાથે, મોટાં થયાં સાથે,

પણ હું છું પારકી થાપણ !


ફર્ક માત્ર એટલો,એ છે વારસદાર,

ને હું છું પારકાં ઘરને શોભાવનાર,

પણ હું છું પારકી થાપણ !


મળતી વસ્તુઓ અમને સરખી,

ભાઈની જીદને આગળ રખાતી,

પણ હું છું પારકી થાપણ !


થતાં ગયાં સમયે અમે મોટા,

ને બદલાતી ગઈ સૌની લાગણીઓ,

પણ હું છું પારકી થાપણ !


હું તો બની ગઈ પિતાની લાડલી,

ભાઈ તો કહેવાય ઘડપણની લાકડી,

પણ હું છું પારકી થાપણ !


વિદાય પછી સમજાય શું હતી હું,

કુળને અજવાળનાર લક્ષ્મી હતી હું,

પણ હું છું પારકી થાપણ !


Rate this content
Log in