STORYMIRROR

Bhupatbhai Sedhabhai

Others

4  

Bhupatbhai Sedhabhai

Others

કોઈ પૂછે છે, કેમ છો

કોઈ પૂછે છે, કેમ છો

1 min
255

રોજ બધા પૂછે છે,કેમ છો મજામાં !

સમજાતું નથી મારે શું કહેવું હવે જવાબમાં !


તબિયત તો હમણાં વધુ સારી જ હોય છે,

પણ મનની મૂંઝવણ કેમ કહેવી સંવાદમાં !


મુખ પર હાસ્યનું માસ્ક પહેરીને ફરે છે સૌ કોઈ અહીં,

આ હાસ્યમાં માસ્ક ઉતારી, કેમ જીવાય રુદનમાં !


ભલે ને આખો દિવસ મનને તમારી યાદોમાં મનાવ્યા કરું,

તોય રાતે આખો દરિયો ઉભરાય છે હવે મારી આંખમાં


સૌ ક્યાં જાણે છે, શું ચાલે છે મારા જીવનમાં !

એટલે જ તો કહું છું હા, હું મજામાં.


Rate this content
Log in