જિંદગી
જિંદગી
1 min
250
લખવી હતી જિંદગી ને જુદાઈ લખાઈ ગઈ,
અમારી બરબાદી તમારા મુખે ગવાઈ ગઈ,
છેલ્લીવાર કરગર્યા હતા નિર્દોષ બનીને અમે,
ગુનેગાર કેયારેય મળતી એ વફાઈ ગઈ,
હૃદયને ખટકે છે ક્યારેક તારી હેતાળ વાતો,
તારા વગર હપ્તે હપ્તે જિંદગી જીવાઈ ગઈ,
જગતની હવામાં ચર્ચા ને સાથ પુરાવ્યો તમે,
અબોલાની અફવાઓ અખબારમાં છપાઈ ગઈ,
સર્વસ્વ સોંપ્યું હતું વારસામાં તમને બધું,
અદાલતે પુરવાર કરવામાં અમારી વારસાઈ ગઈ.
