યાદો
યાદો
1 min
193
વીતી ગયું જે, એ હવે ભૂલાઈ ગયું છે,
વર્તમાન હવે મારાથી સ્વીકારાઈ ગયું છે,
હતી ઘણી યાદો, લાગતી જે સાવ કડવી
એ બધુ હવે દવા સમજીને પીવાઈ ગયું છે,
વાગ્યા સમયના ઘા, ઠોકર પણ ઊંડી,
દુઃખ સઘળું, અનુભવની જેમ સમજાઈ ગયું છે,
દિવસો વીત્યા, ફરિયાદ કરવામાં
પણ જીવન હવે ગમી ગયું છે,
ધબકતું રહું દિલ, ક્ષણેક્ષણ
તું ખૂબ વ્હાલી છે બહેન,
એ હવે આ દિલને સ્વિકારાઈ ગયું છે.
