STORYMIRROR

Bhupatbhai Sedhabhai

Others

3  

Bhupatbhai Sedhabhai

Others

પોતાનાં પણ પારકાં

પોતાનાં પણ પારકાં

1 min
195

કોઈ પોતાનાં જ જાણે કે પરાયા હોય છે,

ને પરાયા ક્યાંક સૌથીયે સવાયા હોય છે,


આખરે સોનાની માફક એ ચમકતા હોય છે,

જિંદગીમાં જે ઘણી રીતે ઘસાયા હોય છે,


એકલું દુઃખ કે વળી સુખ પણ નથી રે'તું સદા,

જિંદગીમાં તાપ તો કેયારેક છાયા હોય છે,


એમ ઊભી થાય છે ક્યાં આ ઇમારત મૂળથી,

 કંઈ પ્રયાસો એક પાયામાં દટાયા હોય છે,


એમ થોડી આ ગઝલ પણ અવતરે છે કાગળે,

આ મારા શબ્દો પણ, અંધકાર પણ ઘવાયા હોય છે.


Rate this content
Log in