STORYMIRROR

Nikita Panchal

Others

3  

Nikita Panchal

Others

કંઈક તો હશે ને

કંઈક તો હશે ને

1 min
143

છે કોઈની પાસે હથોડી તો ઘા મરાવવા છે હૃદય પર

કારણકે.... મારું હૃદય બહુ કઠણ બન્યું છે,


છે કોઈની પાસે કાતર તો ચલાવવી છે હૃદય પર

કારણકે.... મારું હૃદય હજી આખું છે,


છે કોઈની પાસે કટાર તો આરપાર કરવી છે હૃદયની

કારણકે.... મારું હૃદય હજી તાજું જ છે,


છે કોઈની પાસે ડ્રીલ મશીન તો કાણા પાડવા છે હૃદયમાં

કારણકે.... મારું હૃદય બહુ સંઘરીને બેઠું છે,


છે કોઈની પાસે કડવા વેણ તો મારા હૃદય માટે

કારણકે.... મારું હૃદય બહુ ગળ્યું થઈ ગયું છે,


છે કોઈની પાસે પેટ્રોલ તો આગ લગાવવી છે હૃદયમાં

કારણકે.... મારું હૃદય આજકાલ ઠરી ગયું છે,


છે કોઈની પાસે સમય તો બે વાતો કરવી છે હૃદયની

કારણકે.... મારું હૃદય કંઈ કહેવા મથી રહ્યું છે,


છે કોઈની પાસે પાગલ પ્રેમ કરવાં પાગલ હૃદયને 

કારણકે.... નિક્સનું હૃદય પરમપાગલ બન્યું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન