ખીચડી કઢી
ખીચડી કઢી
સીધો સાદો ખોરાક મારો
જમવું ઘરનું ભોજન
ભોજનમાં તો ઉત્તમ છે
ખીચડી કઢી ભોજન
મારી પસંદ બારેમાસ
ખીચડી સાદી છે
ખીચડી સાથે કઢી હોય
કોઈક દિવસ ખીચડી છાસ
ખીચડી સાથે પાપડ હોય
લહેજત પડી જાય
ઉનાળામાં ખીચડી સાથે
મેથીમસાલો, અથાણું પણ હોય જ
ગરીબ અમીરનું પ્રિય ભોજન
ખીચડી છે શ્રેષ્ઠ
બિમારીમાં ખીચડી શ્રેષ્ઠ
તબિયત પણ સારી રહે
દાળ ચોખાની ખીચડી બને
મગની દાળની શ્રેષ્ઠ
ખીચડીના પણ અનેક પ્રકાર
સાદી બને વઘારેલી બને
બને મસાલા રજવાડી ખીચડી
હવે તો હોટલમાં પણ
મળે વિવિધ ખીચડી
આવું અમારું દેશી ભોજન
સૌને એ ભાવતું
માઠા પ્રસંગે પણ ખીચડી બને
સૌનું અપાતું ભોજન
ખીચડી ખાઈ ઓડકાર આવે
પેટને થાય સંતોષ
સ્ટોરી મિરરમાં હું બનાવું
શબ્દોની વિવિધ ખીચડી
વાંચીને હવે તમે કહેજો
તમારું પ્રિય ભોજન.
