કૈંક મેળવો
કૈંક મેળવો
1 min
185
જીવનમાં પરોપકાર કરીને કૈંક મેળવો,
સારું જીવન હંમેશાં જીવીને કૈંક મેળવો,
કેવળ પોતાનું જ વિચારનારા છે ઘણા,
બીજાની દશા કદી જોઈને કૈંક મેળવો,
સલાહકાર બનવાની જરાય જરુર નથી,
માત્ર સહકાર એકમેક આપીને કૈંક મેળવો,
ગુમાવી પામવાનું હોય છે સદા જિંદગીમાં,
સમર્પણની ભાવના આચરીને કૈંક મેળવો,
પુણ્ય પાથેય બાંધવાનું કોઈનું ભલું કરીને,
પરગજુ જીવન તમે જીવીને કૈંક મેળવો,
