Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha

Others

3  

Neha

Others

કાન્હા, તું એકવાર, ફરી ધરતી પર આવી તો જો !

1 min
68

કાન્હા, તું એકવાર, ફરી ધરતી પર આવી તો જો !

શેષનાગની શૈયાએથી ઊતરી,

સુદર્શન ને, આંગળીએથી ઊતારી,

કદમ નીચે એક, મૂકી તો જો,

કાન્હા, તું એકવાર, ફરી ધરતી પર આવી તો જો !

સાંદીપનીનાં આશ્રમમાં ભણ્યાં,

વેદ ને ગીતાનાં જ્ઞાન જાણ્યાં,

પરીક્ષા જીવનની, અહીં આપી તો જો,

કાન્હા, તું એકવાર, ફરી ધરતી પર આવી તો જો !

ગોવર્ધનને, આંગળીએ ઊઠાવ્યો,

ઇંદ્રદેવનો અહંકાર ઊતાર્યો,

જવાબદારી સંસારની, અહીં ઊઠાવી તો જો,

કાન્હા, તું એકવાર, ફરી ધરતી પર આવી તો જો !

સુદામાની મિત્રતા નિભાવવાં,

મૈત્રી કાજે, તાંદુલ ખાધાં,

એક રોટલો, અહીં રળી તો જો,

કાન્હા, તું એકવાર, ફરી ધરતી પર આવી તો જો !

ગોકુળમાં, ગોપીઓની ટોળી,

સંગે શોભે, રાધા ગૌરી,

'ચાહત' દિલની, અહીં મેળવી તો જો,

કાન્હા, તું એકવાર, ફરી ધરતી પર આવી તો જો ! 

મામા કંસનો સંહાર કર્યો,

ધર્મ કાજે, યુદ્ધ તું લડ્યો,

કોરોનાનો વિનાશ, હવે કરી તો જો,

માનવજાતને હવે, માફ કરી તો જો !

હે, કાન્હા, તું એકવાર, 

ફરી, ધરતી પર આવી તો જો !

Rate this content
Log in