કાના
કાના
1 min
472
નાના મોટાનો ભેદ ભૂલાવજે કાના,
શ્રાવણી આઠમ છે તું આવજે કાના,
મન મારું છે ગોકુલને વૃંદાવન જેવું,
પા પા પગલી એમાં તું પાડજે કાના,
ઉત્સવઘેલો બનીને કરું છું પ્રતિક્ષા,
નયનને દીદાર તારા કરાવજે કાના,
માખણ મીસરી છે હેત હૈયા તણાં,
ભક્ત ભાવના તું સ્વીકારજે કાના,
ગાય ગંગીને આપ્યું છે આશ્વાસન,
આશ અબોલની તું પૂરાવજે કાના.
