કાના રે..ઓ કાન રે
કાના રે..ઓ કાન રે

1 min

38
હે ! કાના રે..ઓ કાન રે..દે આ તરફ તું ધ્યાન રે..
વાત મારી હવે માન રે..તું છો અમારી શાન રે..
તારે કાજે ભૂલી ભાન રે..થઈ છું જાણે બેભાન રે..
હૈયું ગાય છે તારું ગાન રે..મને ચડ્યું છે તારું તાન રે..
ચિતડું કરે છે તોફાન રે..જાણે જિદ્દીલો યુવાન રે..
તું થયો દિલનો દીવાન રે..મેં છોડ્યું કાયાનું મકાન રે..
તું દે દર્શન છોડીને માન રે..તો છૂટે ભવ કેરા સ્થાન રે..