STORYMIRROR

Kiran piyush shah "kajal"

Others

4  

Kiran piyush shah "kajal"

Others

જોઈએ

જોઈએ

1 min
266

હાર માની આજ પાછું મન મનાવી જોઈએ,

સત્યના પણ પારખાં ચાલો કરાવી જોઈએ,


રાખ હાથોમાં અસત્યોને નવા વાઘા ધરી,

જે હશે સામે ઘસી જાશે, અડાવી જોઈએ,


કામ બાબત પૂંછવાનું આમતો ત્યાં ખાસ ને,

ખાતરી છે એ ફરી જાશે, બતાવી જોઈએ,


એ નકામી આશ રાખી બેસતી'તી છે ખબર ?

એમ ત્યારે આજ અરજી ત્યાં ફગાવી જોઈએ,


પ્રાણ સાથે રાખજે સંબંધ સાચો, તું અહીં,

પારકાને ત્યાં પછી સઘળું ભળાવી જોઈએ,


વાવ કુવા સાવ ખાલી, ઓટ સાગરમાં હતી,

આવતા વરસાદ થોડું ત્યાં ભરાવી જોઈએ,


સાવ કોરીને નવી પાટી મળી, લખવા અહીં,

જોઈતા શબ્દો મળે, આવો લખાવી જોઈએ.


Rate this content
Log in